Search This Website

Thursday, November 10, 2022

કુટુંબ સહાય યોજના ફોર્મ: આ યોજના હેઠળ મળશે 20000 સુધીની સહાય

કુટુંબ સહાય યોજના ફોર્મ: આ યોજના હેઠળ મળશે 20000 સુધીની સહાય

કુટુંબ સહાય યોજના ફોર્મ: સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોની મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ કુદરતી કે અકસ્માતમાં મૃત્યું થાય અને આ અચાનક આવી પડેલી આફત/મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં કુટુંબમાં આર્થિક સહાય આપીને મદદરૂપ થવાના હેતુસર સંકટ મોચન યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.


આ યોજના ગરીબી રેખા નીચે જીવતાં આર્થિક સહારો ગુમાવી બેઠેલા કુટુંબને રૂ.૨૦૦૦૦/- ની સહાય કરે છે. ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૧૮ થી ૬૪ વર્ષની વય ધરાવતાં વ્યક્તિનાં આકસ્મિક કે કુદરતી મૃત્યુ બાદ તેના ઘરની વ્યક્તિને આ સહાય એકવાર આપવામાં આવે છે.


કુટુંબ સહાય યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ

ગરીબી રેખાનું ઓળખપત્ર.


રહેઠાંણનો પુરાવો.


આકસ્મિક કે કુદરતી મ્રુત્યુનો દાખલો.


નાગરિક્ત્વનો પુરાવો.


કુટુંબ સહાય યોજના લાયકાત ના ધોરણો

લાભાર્થી પાસે ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.


લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.


મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર ૧૮-૬૪ વર્ષની હોવી જોઇએ.


કુટુંબ સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામકુટુંબ સહાય યોજનાઆ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે?ગુજરાત સરકાર દ્વારાલાભાર્થીઓગુજરાત રાજ્યના ગરીબ પરિવારોમળવાપાત્ર સહાય20,000 રૂપિયા/-અરજી કરવાનો પ્રકારઓફલાઈનયોજનાની ઓફિસિયલ વેબસાઈટ https://sje.gujarat.gov.in/

કુટુંબ સહાય યોજના અરજી ક્યાં કરવી

ગુજરાત સરકારની યોજનાઓ માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે નક્કી થયેલ છે. તે રીતે How to Apply for kutumb sahay Yojana કરવી તે પણ નક્કી થયેલ છે. આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે.


ગુજરાત સરકાર દ્વારા kutumb sahay Yojana Online કરવા માટે ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal Website પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.


ગ્રામપંચાયત ખાતે VCE પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. સંકટ મોચન યોજના હેઠળ લાભ લેવા માટે જે-તે ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડીજીટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) ઓનલાઈન અરજી કરવાની રહેશે.


તાલુકા મામલતદાર કચેરી ખાતે “સમાજ સુરક્ષા કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર” પાસે Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.


કુટુંબ સહાય યોજના ફોર્મ

કુટુંબ સહાય યોજના ઓફીસીયલ વેબસાઈટ Click Here

No comments:

Post a Comment

Popular Posts