Search This Website

Monday, April 10, 2023

Aadhar Photo Change: શું તમારા આધાર કાર્ડ મા ફોટો સારો નથી, જાણો ફોટો ચેન્જ કરવાની પ્રોસેસ

Aadhar Photo Change: શું તમારા આધાર કાર્ડ મા ફોટો સારો નથી, જાણો ફોટો ચેન્જ કરવાની પ્રોસેસ


Aadhar Photo Change: આધાર કાર્ડ ફોટો બદલવાની પ્રોસેસ:આધાર કાર્ડ એ આપણા માટે ખૂબ જ અગત્યનુ ડોક્યુમેન્ટ બની ગયું છે. કોઇ પણ સરકારી કે અન્ય કામકાજ હોય તો આધાર કાર્ડ ફરજીયાત બની ગયુ છે. આધાર કાર્ડ આપણે ઘણા સમય પહેલા કઢાવેલ હોય અને તેમા કેમેરાથી લાઇવ ફોટો લીધેલો હોવાથી ફોટો સારો દેખાતો નથી ઘણીવખત. ઘણા લોકો આધાર કાર્ડમા ફોટો બદલવા માગતા હોય પરંતુ પ્રોસેસ ખબર ન હોવાથી બદલી શકતા નથી. આજે આ પોસ્ટમા આધાર કાર્ડમા ફોટો ચેન્જ કરવાની પ્રોસેસ જાણીશુ.

આધાર કાર્ડ જરૂરીયાત

વર્તમાન સમયમા નીચેના જેવા કામો માટે આધાર કાર્ડ ની જરૂરીયાત પડતી હોય છે.

  • બેંક મા ખાતું ખોલાવવું
  • સીમકાર્ડ ખરીદવું
  • બાળકોને શાળામાં એડમીશન
  • પેન્શન યોજના
  • તમામ સરકારી યોજનાઓ
  • રોકાણ વગેરે જેવુ કોઇપણ કામ આધારકાર્ડ વિના શક્ય નથી.

આધાર કાર્ડમા તમારું નામ, સરનામું, જન્મ તારીખ સહિતનો બાયોમેટ્રિક ડેટા સ્ટોર થયેલો હોય છે. આ એક માત્ર ડોક્યુમેન્ટ દ્વારા તમામ માહિતી મેળૅવી શકાય છે. હવે આધાર કાર્ડને બેંક એકાઉન્ટ, સિમ કાર્ડ અને પાન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત બનાવાયુ છે. Aadhar Photo Change પ્રોસેસ આએજ આપણે જોશુ.


ઓનલાઇન ફોટો અપડેટ થતો નથી

Aadhar Photo Change આધાર કાર્ડમાં ઘણા સુધારા હવે ઓનલાઇન કરી શકાય છે. જો કે આધાર કાર્ડમા ફોટો બદલવા માટેની સુવિધા હજુ ઓનલાઇન શરૂ કરાવમા આવી નથી. આધારમા ફોટો અપડેટ કરવાની સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ નથી, જો તમને તમારા આધાર કાર્ડનો ફોટો ગમતો ન હોય અને તમે તેને બદલવા માંગતા હોય તો તમે નજીકના આધાર કેન્દ્ર પર જઈને તેને સરળતાથી બદલી શકો છો. આવો આધાર સેંટર પર ફોટો બદલવાની પ્રોસેસ વિશે જાણીએ.

Aadhar Photo Change પ્રોસેસ

Aadhar Photo Change આધાર કાર્ડમા ફોટો બદલવા માટે તમારે નીચે મુજબ પ્રોસેસ કરવી પડશે.

  • આધારમાં ફોટો બદલવા માટે સૌ પ્રથમ તમારે UIDAI ની ઓફીસીયલ વેબસાઇટ uidai.gov.in પર લોગિન કરવાનુ રહેશે.
  • ત્યારબાદ આ વેબસાઇટ પરથી આધાર નોંધણી ફોર્મ ડાઉનલોડ કરો.
  • આ ફોર્મ વ્યવસ્થિત ભરીને તમારા નજીકના આધાર કેન્દ્ર પર સબમિટ કરો.
  • આધાર કેન્દ્ર પર તમારી પાસેથી બાયોમેટ્રિક વિગતો લેવામાં આવશે.
  • જેમા તમે લાઇવ કેમેરાની સામે તમારો ફોટો લેવામા આવશે.
  • અહીં એક સરસ વ્યવસ્થિત ફોટો લીધા પછી, તમારે GSTની સાથે ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે.
  • આ પ્રોસેસ અહિં પુરી થશે.
  • ત્યારબાદ તમારી આ અરજી આધાર વેરીફીકેશન માટે આગળ જશે
  • આધાર મા ફોટો અપડેટ થવામાં 90 દિવસ જેટલો સમય લાગી શકે છે.


કેવી રીતે ચેક કરવુ ?

Aadhar Photo Change આધાર કેન્દ્રમાં ફોટો અપડેટ પ્રોસેસ કર્યા બાદ જ્યારે અપડેશન થઇ જાય ત્યારે તમારા મોબાઇલ નંબર પર મેસેજ પણ UIDAI તરફથી મોકલવામા આવે છે. સાથે તમને જે તમને URN સાથે એક સ્લિપ આપવામાં આવી હોય તેના પરથી પણ ઓનલાઇન ચેક કરી શકો છો. જ્યારે તમારો ફોટો અપડેટ તહઇ જાય ત્યારે તમે UIDAI સતાવાર વેબસાઈટ પર જઈને નવા ફોટો સાથે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.

અગત્યની લીંક

આધાર કાર્ડ UIDAI ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો


Aadhar Photo Change
Aadhar Photo Change

આધાર કાર્ડ મા ફોટો બદલવા ક્યા જવું પડશે ?

આધાર સેન્ટર પર

Categories

No comments:

Post a Comment

Popular Posts