HNGU Recruitment 2023: ગુજરાતની આ યુનિવર્સિટીમાં બમ્પર ભરતી, હજારો બેરોજગાર સચવાઇ જશે
HNGU Recruitment 2023: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી – HNGU દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 3 જૂન 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે અને આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 17, 18, 19 જૂન 2023 નક્કી કરવામાં આવી છે. આ ભરતીને લગતી તમામ અપડેટ્સ મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ http://nvmpatan.in/ની મુલાકાત લઇ શકો છો.
HNGU Recruitment 2023
સંસ્થાનું નામ | હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 03 જૂન 2023 |
ઇન્ટરવ્યૂની તારીખ | 17, 18, 19 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | www.nvmpatan.in |
પોસ્ટનું નામ :
પ્રિન્સિપાલ | 268 |
પ્રોફેસર | 139 |
એસોસિયેટ પ્રોફેસર | 239 |
આસિસ્ટન્ટ પ્રોફેસર | 2922 |
પી.ટી.આઈ | 89 |
ટ્રેનિંગ ઓફિસર/ડ્રિલ માસ્ટર | 109 |
ટયુટર | 600 |
લાઇબ્રરીયન | 146 |
કુલ ખાલી જગ્યા | 4512 |

શૈક્ષણિક લાયકાત
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની મદદથી જોઈ શકો છો.
ઉમર મર્યાદા
- નિયમો મુજબ
પગાર ધોરણ
- HNGU ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.
પસંદગી પ્રક્રિયા
- HNGU ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. આ ભરતીમાં બિનઅનુભવી એટલે કે ફ્રેશર્સ લોકો પણ ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- મિત્રો, જેમ તમને અમે આગળ જણાવ્યું આ ભરતીમાં કોઈપણ માધ્યમથી અરજી મોકલવાની રહેતી નથી ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું છે. આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 17,18,19 જૂન 2023 સવારે 09:00 કલાકે છે. ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે ઇન્ટરવ્યુના સ્થળે હાજર રહેવું. ઇન્ટરવ્યુના સ્થળની માહિતી નીચે મુજબ છે.
- શ્રી એન્ડ શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ, કોલેજ કેમ્પસ, પાટણ.
મહત્વપૂર્ણ લિન્ક
- સત્તાવાર જાહેરાત માટે અહી ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખ
- નોટિફિકેશનની તારીખ 03 જૂન 2023
- ઇન્ટરવ્યૂની તારીખ 17, 18, 19 જૂન 2023
No comments:
Post a Comment